કરૂણાનિધિને રાષ્ટ્રીય સન્માનની સાથે અપાઇ અંતિમ વિદાય, મરીના બીચ પર કરાયા દફન

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે લગભગ 6.10 વાગ્યે 94 વર્ષની ઉંમરે નિધન થયું. કરુણાનિધિના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. કરુણાનિધિનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે ચેન્નાઈના રાજાજી હોલ ખાતે રાખવામાં આવ્યું છે. 

 કરૂણાનિધિને રાષ્ટ્રીય સન્માનની સાથે અપાઇ અંતિમ વિદાય, મરીના બીચ પર કરાયા દફન

નવી દિલ્હી/ચેન્નાઈ: દિવંગત દ્રવિડ મુનેત્ર કડગમ (દ્રમુક) નેતા તથા તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ કરૂણાનિધિના પાર્થિવ શરીરની રાજાજી હોલથી લઈને મરીના બીચ સુધી અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. 

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે લગભગ 6.10 વાગ્યે 94 વર્ષની ઉંમરે નિધન થયું. કરુણાનિધિના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. કરુણાનિધિનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે ચેન્નાઈના રાજાજી હોલ ખાતે રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરુણાનિધિના અંતિમ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ આપી.  તેમના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. ડીએમકે સમર્થકોની સંખ્યાને જોતા પોલીસ હાઈ એલર્ટ પર છે. કરુણાનિધિને દફન કરવાની તૈયારીઓ થઈ રહી છે. કરુણાનિધિને દફનાવવા માટે અહીં ક્રેન દ્વારા એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ દ્રમુક પ્રમુખની અંતિમ યાત્રા કાઢવામાં આવી શકે છે. 

— ANI (@ANI) August 8, 2018

રાહુલ ગાંધીએ પણ આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કરુણાનિધિના પાર્થિવ શરીરના દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી તેજસ્વી યાદવ ઉપરાંત યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ અહીં પહોંચ્યાં અને  કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી. 

— ANI (@ANI) August 8, 2018

મરીના બીચ પર અંતિમ સંસ્કારની કોર્ટની મંજૂરી
કોર્ટ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે મરીના બીચ પર સુરક્ષા વધારી દેવાઈ છે. સાંજે 4થી 5ની વચ્ચે દ્રમુક પ્રમુખની અંતિમ યાત્રા કાઢવામાં આવી શકે છે. કાર્યવાહક પ્રમુખ ન્યાયાધીશ હુલુવડી જી રમેશ અને ન્યાયમૂર્તિ એસ.એસ.સુંદરે દ્રમુક અને રાજ્ય સરકારના વકીલોની દલીલ સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો. રાજ્ય સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે મરીના બીચ પર દફનાવવાથી પર્યાવરણ કાયદા અને તટની સુરક્ષાના નિયમોનો ભંગ થશે. દ્રમુક નેતા અને વકીલ કન્નદાસને કહ્યું કે કોર્ટે રાજ્ય સરકારને કરુણાનિધિના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે. 

— ANI (@ANI) August 8, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રમુક નેતા એમ કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લગભગ સાડા દસ વાગે ચેન્નાઈ પહોંચ્યાં. રાજાજી હોલમાં પહોંચીને પીએમ મોદીએ કરુણાનિધિના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કર્યા અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન કરુણાનિધિના પુત્ર એમ કે સ્ટાલિન અને પુત્રી કનિમોઝી તથા પરિવાર અને પાર્ટીના અન્ય સભ્યો સાથે પણ તેમણે વાતચીત કરી અને સાંત્વના આપી. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી માડીને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા રાજકીય નેતાઓ કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે ચેન્નાઈ પહોંચશે. 

આજે સવારે તામિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામી અને ડેપ્યુટી સીએમ ઓ પનીરસેલ્વમે પણ ડીએમકે પ્રમુખને શ્રદ્ધાંજલિ આપી. સુપરસ્ટાર રજનીકાંત પોતાના જમાઈ ધનુષ સાથે રાજાજી હોલ પહોંચ્યા અને તેમણે કરુણાનિધિના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપી. કરુણાનિધિના સન્માનમાં રાજ્યમાં એક દિવસની સરકારી રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નાઈ અને તેની આસપાસની દુકાનો બંધ રાખવામાં આવી છે. 

— ANI (@ANI) August 8, 2018

આ બાજુ કરુણાનિધિને મરીના બીચ પર દફનાવવા મામલે મદ્રાસ હાઈકોર્ટમાં સવારે 8 વાગ્યાથી સુનાવણી શરૂ થઈ. કોર્ટે ચુકાદો આપ્યો કે એમ કરુણાનિધિને તેમના ગુરુની બાજુમાં જ મરીના બીચ પર દફનાવવામાં આવે. વાત જાણે એમ છે કે ડીએમકેએ માગ કરી હતી કે કરુણાનિધિને દફનાવવા માટે મરીના બીચ પર જગ્યા આપવામાં આવે. જ્યારે એઆઈડીએમકેએ આ માગ ફગાવી દીધી. ત્યારબાદ આ મામલો કોર્ટમાં ગયો. પ્રશંસકોના હોબાળાને જોતા મદ્રાસ હાઈકોર્ટે મોડી રાતે સુનાવણીનો નિર્ણય લીધો. રાતના એક વાગ્યા સુધી સુનાવણી ચાલી. પરંતુ એઆઈડીએમકે પોતાનો પક્ષ રજુ કરી શક્યો નહીં. તેણે જવાબ માટે સમય માંગ્યો. ત્યારબાદ હાઈકોર્ટે સવારે 8 વાગ્યાનો સમય આપતા સુનાવણી સ્થગિત કરી. આ મામલે આજે સવારે 8 વાગે ફરી સુનાવણી શરૂ થઈ હતી. 

— ANI (@ANI) August 8, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news